ઈ-બાઈક પ્રમોશન પ્રોજેક્ટ અરજી ફોર્મ યોજનાના નીતિ નિયમો
1
આ યોજનાનો લાભ ૧૮ વર્ષ કે તેથી ઉપરના વ્યક્તિને મળશે. જે માટે અરજી કરનાર વ્યક્તિ એ અરજી કરતી વખતે પોતાનો આધાર કાર્ડ નં ફરજીયાત રૂપે દર્શાવવાનો રહેશે.
2
સદરહું યોજના અન્વયે લાભાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે અને નિયત શરતોને આધીન ઈ-બાઈક પ્રમોશન યોજનાનો લાભ મળનાર હોઈ, ત્યાર બાદ રજુ થયેલ અરજી માટે આખરી નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.
3
આ યોજના અંતર્ગત ઈ-બાઈકની ખરીદી યોજનાનો લાભ લેવા માટે ની અમલ તારીખ ૦૧.૦૪.૨૦૨૧ પછીના સમયમાં થયેલી હોવી જોઈએ જેનું GST સહિતનું બીલ, ચેસીસ નંબર કે યુનિક નંબર સાથેની વિગતો નિયત અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે રજુ કરવાની રહેશે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રથમ ૧૦૦ ઈ-બાઈક ખરીદનાર ને આ યોજના નો લાભ મળવા પાત્ર થશે.
4
આ યોજનાનો લાભ મેળવવા અરજી કરનારના નામનું જ ઈ-બાઈક ખરીદીનું બીલ રજુ કરવાનું રહેશે. તેમજ યોજનાની અમલ તારીખ બાદ ખરીદ કરેલ ઈ-બાઈક પર લાભ મળવા પાત્ર રહેશે.
5
રી-સેલ કરેલ કે જૂની ખરીદેલ ઈ-બાઈક પર આ યોજનાનો લાભ મળશે નહિ.
6
અરજી કરનારે આધાર કાર્ડ, રેશનકાર્ડ સહ અરજી કરવાની રહેશે જે પૈકી કોઈ પણ એક પુરાવો રાજકોટ નો હોવો ફરજીયાત રહેશે તેમજ અરજદારની બેંકની વિગતો સાથે કેન્સલ ચેક પણ આપવાનો રહેશે.
7
અરજીની સાથે ઈ-બાઈક ખરીદીના GST વાળું ડુપ્લીકેટ બીલ અથવા ઝેરોક્ષ પર ઈ-બાઈક એજન્સીના સંચાલકના સહી સિક્કા કરવાના રહેશે.
8
આ યોજનાનો લાભ મેળવવા નિયત કરેલ અરજી ફોર્મ જરૂરી વિગતો ભરી તેમાં દર્શાવેલ આધાર પુરાવા સાથે રજુ કરવાનું રહેશે. અન્યથા અરજી મંજુર કરવામાં આવશે નહિ.
9
જરૂર જણાયે અરજદારે ડોક્યુમેન્ટ વેરીફીકેશન અર્થે ઓરીજીનલ બીલ, અન્ય ડોક્યુમેન્ટ તથા ઈ-બાઈક વેરીફીકેશન અર્થે ઈ-બાઈક રૂબરૂ જે તે વોર્ડ માં કે સૂચવ્યા મુજબ ની જગ્યાએ રજુ કરવાની રહેશે.
10
આ યોજના રાજકોટ શહેરના વિસ્તારના (RMC ની હદમાં) લોકો પુરતી મર્યાદિત હોય બહારગામના કે રાજકોટ મહાનગરપાલિકાની હદ બહારના વિસ્તારના લોકોને આ યોજનાનો લાભ મળી શકશે નહિ.જે માટે અરજદારે રાજકોટ નાં રહેવાસી હોઈ તેવું આધાર કાર્ડ અથવા રેશન કાર્ડ રજુ કરવાનું રહેશે.
11
આ યોજના અંતર્ગત રૂ. ૫,૦૦૦/- ( અંકે રૂપિયા પાંચ હજાર) ની સબસીડી અરજદારના બેંકના ખાતામાં જ જમા કરવામાં આવશે. અન્ય કોઈપણ રીતે મળશે નહિ.
12
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સદરહુ બીલ જમા કરવા માટે આશરે બે માસ થી ત્રણ માસ નાં સમય દરમ્યાન સબસીડીની રકમ આપનાં બેંક ખાતામા જ જમા થશે. જો આ સમય દરમ્યાન આપની સબસીડીની રકમ જમા ન થયેથી લગત શાખાનો સંપર્ક કરવાનો રહેશે.
13
ઈ-બાઈક ખરીદનાર દ્વારા પોતાના ફોર્મમાં નામ, ખાતા નંબર, ચેસીસ નંબર, બેંક વિગત ચોકસાઈ પૂર્વક ભરવાની રહેશે, ખાતા નંબરમાં ભૂલ કે ક્ષતિને લીધે જો ઈ-બાઈક પ્રમોસનની રકમ અન્ય ખાતામાં જમા થઈ જવાના કિસ્શામાં રાજકોટ મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહી.
રજુ કરવાના થતા ડોક્યુમેન્ટ:
(૧) આધાર કાર્ડ (૨) રેશનકાર્ડની નકલ (રાજકોટનું)
(૩) GST સાથેના બીલની નકલ (૪) કેન્સલ ચેક