Credit Linked Subsidy Scheme For Middel Income Group

રાજકોટ મહાનગરપાલિકા    ક્રેડિટ લીંક સબસીડી (CLSS)


પ્રધાનમંત્રી આવાસ યોજનાના આ ઘટક અંતર્ગત લાભાર્થીઓને આવાસને અનુરૂપ લોનમાં ર.૫ થી ૬.૫ ટકા સુધીની સબસીડી મળે છે. જેનો લાભ સીઘેસીધો લાભાર્થીને આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત આર્થીક રીતે નબળા વર્ગ (EWS) ,ઓછી આવક જૂથ (LIG) તથા મધ્યમ આવક જૂથ (MIG- 1, MIG-2 અને MIG-3) નાં લાયકાત ધરાવતા લાભાર્થીઓને નવા ઘરની ખરીદી/ બાંધકામ પર લીધેલ આવાસ માટેના લોનનાં વ્યાજ પર વ્યાજ સબસીડી મળે છે.તેમજ અરજદાર જ્યાં રહેતા હોય કે વસવાટ કરતાં હોય તે ઘરનાં યુનિટમાં વધારો કરવા માટે લીધેલ લોન પર થતા વ્યાજ પર પણ વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. CLSS ઘટક અંતર્ગત EWS. LIG,MIG-1, MIG-2 અને MIG-3 પ્રકાર માટેની વ્યાખ્યા નીચે મુજબની રહેશે.


વીડીઓ ગાઈડ માટે અહીં ક્લિક કરો


ક્રમ કેટગરી કૌટુંબિક વાર્ષિક આવક વ્યાજસહાય મહત્તમ લોનનો સમય (વર્ષ) વ્યાજ સહાય માટે લોનરકમની પાત્રતા (રૂ.) મહત્તમ મળવાપાત્ર વ્યાજ સહાયની રકમ (રૂ.)
EWS ૩,૦૦,૦૦૦ સુધી ૬.૫% ૨૦ ૬,૦૦,૦૦૦ ૨,૬૭,૨૮૦
LIG ૩,૦૦,૦૦૧ થી ૬,૦૦,૦૦૦ સુધી ૬.૫% ૨૦ ૬,૦૦,૦૦૦ ૨,૬૭,૨૮૦
MIG-1 ૬,૦૦,૦૦૧ થી ૧૨,૦૦,૦૦૦ સુધી ૪.૦% ૨૦ ૯,૦૦,૦૦૦ ૨,૩૫,૦૬૮
MIG-2 ૧૨,૦૦,૦૦૧ થી ૧૮,૦૦,૦૦૦ સુધી ૩.૦% ૨૦ ૧૨,૦૦,૦૦૦ ૨,૩૦,૧૫૬
MIG-3 ૧૮,૦૦,૦૦૧ થી ૨૨,૫૦,૦૦૦ સુધી ૨.૫ % ૨૦ ૧૫,૦૦,૦૦૦ ૨,૩૭,૧૩૮

નોંધ : એફોર્ડેબલ હાઉસિંગ મિશન,શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ


Quick Links