આવાસ યોજના માહિતી
LIG - 2 BHK Rs 12 Lakh
• અરજદારે ફોર્મ ઓનલાઈન ભરતા પહેલા આવાસ યોજનાના ફોર્મ અંગેના LIG નિયમો અને શરતો શાંતિથી વાંચી સમજી લેવા. ત્યાર બાદ ફોર્મ ભરવું.

કુટુંબ ની વાર્ષિક આવક રૂ ૩ લાખ થી ૬ લાખ સુધીની હોય તેવા અરજદારો જ આ ફોર્મ ભરી શકશે.

• ઓનલાઈન ફોર્મ ભરતાં પહેલાં જરૂરી તમામ આધાર-પુરાવાઓની ઈમેજ JPG/PDF (મહતમ સાઇઝ ૧ એમ.બી. થી વધુ ન હોવી જોઈએ) ફોર્મેટમાં તૈયાર રાખવી. આ ઈમેજ/સોફ્ટ કોપી સ્પષ્ટ વંચાય તેવી હોવી જોઈએ. તેમજ જોડેલ ડોક્યુમેન્ટ પાસવર્ડ પ્રોટેક્ટેડ ન હોવા જોઈએ.

• અત્રેની કચેરી દ્વારા આપના બીડાણ કરેલ ડોકયુમેન્ટ યોગ્ય રીતે દેખાતા ન હોય/અધુરા હોય તેવા કિસ્સામાં ફોર્મ રદ્દ કરવામાં આવશે તેમજ પાછળથી કોઇ પણ આધારો રજુ કરવાની મંજુરી આપવામાં આવશે નહી. તમામ આધાર-પુરાવાઓ તૈયાર થઇ ગયા બાદ જ ફોર્મ ભરવું.

• ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ સિસ્ટમ જનેરેટેડ રસીદ આવ્યા બાદ જ ફોર્મ સબમિટ થયું ગણાશે. ઓનલાઈન રસીદમાં ફોર્મ નંબર જનેરેટ થઇ ગયેલ છે કે કેમ તે જોઈ તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

• ઓનલાઈન રજુ કરવાના આધાર-પુરાવાઓ ફોર્મ ભરતા સમયે સ્કેન કરીને રજુ કરવાના રહેશે.


ઓનલાઈન ફરજીયાત રજુ કરવાના આધાર-પુરાવાઓ:

ક્રમ આધાર-પુરાવાઓની વિગત સુચના ફોર્મેટ મહતમ સાઈઝ
અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો અરજદારના પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફની ઈમેજ JPG/PDF 1 MB
અરજદારનો સહીનો ફોટો અરજદારની સહીની ઈમેજ JPG/PDF 1 MB
અરજદારનું આધાર કાર્ડ અરજદારના આધાર કાર્ડની આગળ પાછળની ઈમેજ એક સાથે JPG/PDF 1 MB
સહ અરજદારનું આધાર કાર્ડ સહ અરજદારના આધાર કાર્ડની આગળ પાછળની ઈમેજ એક સાથે JPG/PDF 1 MB
રેશન કાર્ડ અરજદારના રેશન કાર્ડના પ્રથમ પેઈજની તથા જે પેઈજ પર કુટુંબ નાં સભ્યો ના નામ આવતા હોય તે, એ બંને પેઈજની ઈમેજ એક સાથે આપવી JPG/PDF 1 MB
ચુંટણી કાર્ડ અરજદારના ચુંટણી કાર્ડની આગળ પાછળની ઈમેજ એક સાથે આપવી JPG/PDF 1 MB
લાઈટ બીલ અરજદાર હાલ જે સ્થળ રહેતા હોઇતે મકાનના (તા. ૦૧/૦૪/૨૦૨૪ બાદના) લાઇટબીલની ઈમેજ JPG/PDF 1 MB
વેરા બીલ અરજદાર હાલ જે સ્થળે રહેતા હોઇ તે મકાનના (તા. ૦૧/૦૪/૨૦૨૪ બાદના) મિલકત વેરાબીલની ઈમેજ JPG/PDF 1 MB
રદ્દ કરેલો ચેક તથા પાસબુક અરજદારના બેંક ખાતાની પાસબુકના પ્રથમ બે પેઇઝની તાજેતરની ઈમેજ તથા બેંક ખાતાના કેન્સલ ચેક (તાજેતરનો) ની ઈમેજ એક સાથે આપવી JPG/PDF 1 MB
૧૦ જાતિ અંગેનું પ્રમાણપત્ર આરક્ષિત અરજદારની જાતિ અંગેના સક્ષમ સરકારી કચેરીના દાખલાની ઈમેજ [(ફ્ક્ત SC/ST/OBC (SEBC) માટે) ફોર્મ માં જે કેટેગરી સિલેક્ટ કરેલ હશે તેના આધારો જોડેલ નહી હોય તો ફોર્મ રદ થશે].
(જો લાગુ પડતું હોય તો)
JPG/PDF 1 MB
૧૧ દિવ્યાંગનું પ્રમાણ પત્ર અરજદાર જો દિવ્યાંગ (PH) હોય તો, ૪૦% કે તેથી વધુ દિવ્યાંગ(Benchmark Disability) હોવા અંગેના સિવિલ સર્જનના પ્રમાણપત્રની ઈમેજ (અન્યથા અરજદારને આ લાભ મળવા પાત્ર થશે નહિ.)
(જો લાગુ પડતું હોય તો)
JPG/PDF 1 MB
૧૨ Ex Servicemanનું પ્રમાણ પત્ર અરજદાર Ex Serviceman કેટેગરીમાં ફોર્મ ભરે તે કિસ્સામાં ડીસ્ચાર્જ બુકની ઈમેજ તથા આઇ-કાર્ડની ઈમેજ એક સાથે આપવી.
(જો લાગુ પડતું હોય તો)
JPG/PDF 1 MB
૧૩ સ્વ પ્રમાણીત (Self Attested) ડીક્લેરેશન સ્વ પ્રમાણીત (Self Attested) ડીક્લેરેશનની ઈમેજ JPG/PDF 1 MB
૧૪ આવક પ્રમાણપત્ર સરકારશ્રીની અધિકૃત ઓથોરીટી દ્વારા ઇશ્યુ કરેલ તા.૦૧/૦૪/૨૦૨3 બાદ નો અરજદારના કુટુંબની આવકનો દાખલો
અથવા
અરજદારના નાણાકિય વર્ષ ૨૦૨૩-૨૪ ની ઇન્કમ ટેક્ષ રીટર્ન (સંપૂર્ણ ITR તથા ITR Acknowledgement)ની ઇમેજ તથા પતિ/પત્નિ/ કુટુંબના સભ્યોના (જો લાગુ પડતુ હોય તો) નાણાકિય વર્ષ ૨૦૨૩-૨૪ ની ઇન્કમ ટેક્ષ રીટર્ન (સંપૂર્ણ ITR તથા ITR Acknowledgement)ની ઇમેજ, એક સાથે
JPG/PDF 1 MB


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) યોજના અંતર્ગત LIG આવાસ યોજના

આ યોજના હેઠળ આવાસોનો લઘુત્તમ કાર્પેટ વિસ્તાર અંદાજીત ૫૦.૦૦ ચો.મી. રહેશે. જેમાં બે બેડરૂમ, એક હોલ, રસોડુ, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.


LIG આવાસ યોજના સાઈટની વિગત:

ક્રમ ઝોન વોર્ડ નં. ટી.પી. એફ.પી. વિસ્તાર આવાસો ની સંખ્યા ટાઉનશીપ નુ નામ ખાલી આવાસોની સંખ્યા માળ રેરા રજી. નં.
વેસ્ટ ઝોન૧૦૫ (નાના મવા)૪૪૬રાણી ટાવરની પાછળ, કાલાવડ રોડ૨૨૪શહીદ ભગતસિંહ ટાઉનશીપપાર્કીગ + ૭ માળ PR/GJ/RAJKOT/RAJKOT/ OTHERS/RAA06365/211119
વેસ્ટ ઝોન૯ ( રાજકોટ)એસ-૩ દ્વારકાધીશ હાઈટ્સની બાજુમાં, ૧૫૦ ફૂટ રોડ ૧૮૦ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉનશીપપાર્કીગ + ૫ માળ PR/GJ/RAJKOT/RAJKOT/ OTHERS/RAA06355/201119
વેસ્ટ ઝોન૧૧૨૭ ( મવડી) ૪૧-એ સેલેનીયમ હાઈટ્સની સામે, મવડી પાળ ગામ રોડ ૮૬૪શિવ ટાઉનશીપ૧૨૬પાર્કીગ + ૯ માળ PR/GJ/RAJKOT/RAJKOT/ OTHERS/MAA06357/201119
૧૨૬૮ ૧૩૭
• સ્વ પ્રમાણિત Self Attested ડીક્લેરેશન ફોર્મેટ અહીંથી ડાઉનલોડ કરવું
• વધુ માહિતી માટે LIG - માહિતીપત્રક અહીંથી ડાઉનલોડ કરવું
(૧) આવાસ યોજના સાઇટની વિગતમાં દર્શાવેલ ખાલી આવાસોનો ડ્રોમાં સમાવેશ કરવામાં આવશે.
(૨) સૌ પ્રથમ નિયત સમય મર્યાદામાં જેટલા અરજદારોએ ફોર્મ ભરેલ હશે તે તમામ અરજદારોનો ડ્રો કરી કેટેગરીવાઇઝ આવાસની ફાળવણી કરવામાં આવશે. ડ્રો માં જે અરજદારોને આવાસ લાગેલ છે એટલેકે અલોટ થયેલ છે તે અરજદારોએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ઓનલાઇન જોડેલ ડોકયુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. જો તમામ ડોકયુમેન્ટસ માંગ્યા અનુસારના હશે એટલેકે ફોર્મ OK થશે તો જ લાભાર્થીને આવાસની ફાળવણી કરવામાં આવશે. જો ડોકયુમેન્ટસ OK નહિ હોય તો આવાસની ફાળવણી રદ્દ થશે. આમ ડ્રો માં આવાસ અલોટ થવાથી(લાગ્યે) આવાસની ફાળવણી થશે જ એવુ કહી શકાય નહિ. આવી ફાળવણી ઓનલાઇન જોડેલ ડોકયુમેન્ટસની ચકાસણી બાદ જો તમામ રજુ કરવા પાત્ર ડોકયુમેન્ટસ અરજદારે ઓનલાઇન જોડેલ હશે તો જ આવાસ ફાળવવામાં આવશે અન્યથા ફાળવણી રદ્દ થશે. ફાળવણી રદ્દ થવાના કિસ્સામાં વેઇટીંગ યાદીના અરજદારોને કેટેગરી વાઇઝ તેઓના વેઇટીંગ યાદીના ક્રમ અનુસાર ધોરણસર આવાસની ફાળવણી કરવામાં આવશે.
આ બધી શરતો વાંચી છે.
Quick Links